Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જામનગર જિલ્લામાં વરસાદથી નુકશાન થયેલ રોડની તાકિદે મરામત કરવા રજૂઆત

જામનગર તા.૧૭ : જિલ્લાના ગામોમાં વરસાદને કારણે રોડ રસ્તાને ૪૦ લાખથી નુકશાન થયુ હોય રીપેર કરવા જિ.પં. પ્રમુખ નયનાબેન માધાણીએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

તાજેતરમાં અતિ ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાના જૂદા જૂદા તાલુકાઓમાં રોડ રસ્તા ધોવાઇ ગયા છે. અતિભારે નુકશાન થવાથી હાલમાં રોડ રસ્તા બંધ હાલત જેવા છે. પ્રજાને એક ગામથી બીજા ગામ જવા માટે પારાવાર મુશ્કેલીઓ પડે છે.

નુકશાન થયેલ રસ્તાઓમાં ધ્રોલનાં  ખારવા હમાપર જાલીયા દેવાણી, જસાપર લતીપર રોડ, એસ.એચ.ટુ નાન ગરેડીયા મોટા ગરેડીયા, ધ્રોલ માણેકપર હાડાટોડા રોડ તેમજ જોડીયાના કુનડ એપ્રોચ રોડ ટુ જોઇન્ટ એસ.એચે પીઠડ પડાણા રોડ, દુધીયા ભીમકટ્ટા જામસર ટુ ૮/ ૦, પીઠડ રસનાળ ટીંબડી રોડ, મોરાણા ભેંસદળ રોડ, બાલંભા માનપર હરીપર ટુ સ્ટેટ હાઇવે, બાલંભા મોરાણા રોડ, કેશીયા ટુએસએચ, મોરાણા મેઘપર જસાપર રોડ તેમજ લાલપુરના મોરાણા મેઘપર દલતુંગી રોડ અને જામજોધપુરના શેઠવડાળા, કલ્યાણપુર, મોટી ભરડ, સંગચીરોડા, બુટાવદર રોડ સહિત અન્ય ગામોમાં નુકશાન થયાનું રજૂઆતમાં જણાવેલ છે.

(1:18 pm IST)