Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી તૂટી ગયેલ તળાવો અને ચેકડેમો અંગે સિંચાઇમંત્રીને રજૂઆત

જામનગર તા.૧૭ : જામનગર જિલ્લામાં તળાવ તેમજ ચેકડેમો અતિવૃષ્ટિથી તૂટી ગયેલ હોય જે તાત્કાલીક ધોરણે મંજૂર કરવા બાબત જિ.પં. ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે સિંચાઇ મંત્રીને રજૂઆત કરી છે.

જામનગર રામપરના પાંચા લાખા ડાંગરની વાડી પાસે આવેલ તળાવનો વેસ્ટવીયર ધોવાઇ ગયેલ છે તથા ગામના પાદરમાં આવેલ જૂના તળાવનો વેસ્ટવીયર અને ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ચેમડેમનો પાળો ધોવાઇ ગયેલ છે. ખીલોસ ગામે કંકાવટી નદી ઉપર ગીનુભાઇ પટેલની વાડી પાસે આવેલ ચેકડેમનો પાકો કાઢીયો તૂટી ગયેલ છે.

જામ વંથલી અને વરણા વચ્ચ્ે ખારામાં આવેલ તળાવ તેમજ વરણા ગામે ખારામાં આવેલ તળાવનો વેસ્ટવીયર તૂટી ગયેલ છે. અલીયા નદી પર સીતારામનગર સામે આવેલ ચેકડેમ ક્ષતિગ્રસ્ત થયેલ છે. સુર્યપરા સુર્યપરા ગામે બે ચેકડેમો તૂટી ગયેલ છે. કનડ પાલાવાળુ તળાવ તૂટી ગયેલ છે. જોડીયા મુન કોસીયા વોકળા પર લીંબુડા કુનડના રસ્તે આવેલ ચેકડેમ તૂટેલ છે., લીંબુડા ગામના પાદરમાં આવેલ લીંબેશ્વર તળાવ ક્ષતીગ્રસ્ત થયેલ છે તથા લીંબુડા દિવેલીયા પાસે રમેશભાઇ પનારાની વાડી પાસે આવેલ તળાવ તૂટેલ છે. જોડીયા બારાડી કંકાવટી નદી પર બારાડી ગામની સામે આવેલ ચેકડેમ તથા જોડીયા નેસડા  ધણેશર પાસે આવેલ ચેકડેમ તૂટી ગયેલ છે. જોડીયા વાવડી રતા આલા ડાંગરની વાડી પાસે આવેલ તળાવ ક્ષતિગ્રસ્ત થયેલ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(1:18 pm IST)