Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જામનગરમાં મકાન ધરાશાયી થયા બાદ કાટમાળમાંથી ત્રીજી વ્યકિતનો મૃતદેહ કાઢવા એનડીઆરએફની ટીમ દ્વારા કામગીરી

જામનગર, તા.૧૭: દેવુભા ચોકમા પડી ગયેલા મકાનમાથી બે લાશ કાઢી લેવામા આવી છે. આ કામગીરી જામનગર મહાનગર પાલિકા દ્વારા અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સંયુકતપણે બિષ્નોઈજી ચીફ ફાયર ઓફિસર અને એસ્ટેટ શાખા દ્વારા ભારે જહેમત ઉઠાવીને મકાન તોડી અંદર પ્રવેશી લાશ કાઢેલ છે.

૧. અશોકભાઈ પરસોતમભાઇ રાઠોડ, રહે.ઙ્ગ નવાનાગના, કડિયાકામ ૨. અનવરભાઇ દાઉદભાઇ ગંઢાર, મકાન માલિકનો ભોગ લેવાયો છે.

આજે  વહેલી સવારે કાટમાળ હટાવવા માટે એનડીઆરએફ પણઙ્ગઙ્ગજોડાઈ છે અને મૃતદેહ બહાર કાઢવા કામગીરી હાથ ધરી છે.

સમગ્ર કાર્યવાહી જિલ્લા કલેકટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જિલ્લા પોલીસ વડા દ્વારા અને મેયરશ્રી ના સતત દેખરેખ હેઠળ કરવામા આવેલ.બાજુના અન્ય મકાનો પણ તુટી પડવાની શકયતા હોય આજે  વહેલી સવારે કામગીરી હાથ ધરાઇ છે. પડી ભાગેલ મકાન ચારેય બાજુ અન્ય મકાનોઙ્ગ થી દ્યેરાયેલ હોય કાટમાળ ખસેડવાની કામગીરી મશીનો દ્વારા શકય નથી.આજુબાજુના રહીશોને પણ મકાન ખાલી કરવા માટે જણાવી દીધેલ છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.જાહેર જનતા ને વિનંતી છે કે આ વિસ્તારમા વાહનો રોડ ઉપર પાર્ક ન કરે તેમજ કામગીરી જોવા માટે એકઠા ન થાય તેવી તાકીદ કરાઇ છે.

રાત્રે કામગીરી હાથ ધરી શકાય તેમ બિલકુલ શકયતા ન હોય રાહત કાર્ય કરનાર ટીમ અને અન્ય મજૂરોનીઙ્ગ સલામતીના કારણોસર વહેલી સવારે કામગીરી હાથ ધરાઇ હતી.

અહીં વાઘેરવાડામાં રહેતા સલીમભાઇ ઇબ્રાહીમભાઇ ગંઢાર એ સીટી 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬-૮-૧૯ના દેવુભાનો ચોક વાઘેરવાડો, બાલમંદિર વાડી શેરી, જામનગરમાં આ કામે મરણ જનાર અશોકભાઇ પરશોતમભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, અનવર દાઉદભાઇ ગંઢારા, ઉ.વ.૪પ, રે.દેવુભાનો ચોક, બાલમંદિર વાળી શેરી, જામનગરવાળાનું મકાન વર્ષો જુનુ હોય જેમાં આ કામે મરણ જનાર પરષોતમભાઇ કડીયાકામ કરવા આવેલ હોય તથા પ્લંમ્બીગનું કામ ચાલતુ હોય આ દરમ્યાન વરસાદના લીધે જમીન પોચી પડી જતા સદર મકાન ધરાશાહી થતા આ કામે મરણ જનારાઓ  મૃત હાલતમાં મળી આવેલ છે.

(1:18 pm IST)