Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

હળવદ : પર્યાવરણ શિક્ષક કેન્દ્રમાં વૃક્ષોનું વાવેતર

હળવદ :   હળવદ સીઇઇ ફીલ્ડ ઓફિસ હળવદના કઙ્ખમ્પસમાં અનેરી ઉજવણી કરવામાં આવી. આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી અને આંતરરાષ્ટ્રીય યુવા દિન ઙ્ગની ઉજવણી કરવામાં આવી.જેમાં સુખપર ગામના સ્વ- સહાય જૂથએસ.એચ.જી. સાથે જોડાયેલા બહેનો અને સીઇઇ ના કાર્યકરો દ્વારા ૧૨ જુદી જુદી જાતોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.જેમાં ફકત વાવેતર જ નહીં પણ વ્યવસ્થિત ઉછેર થાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.જેથી આ ઉમદા કાર્યના ઉત્સવની યાદ લાંબા સમય સુધી ટકાઉ રહેશે. (તસવીર હરીશ રબારી હળવદ)

(12:09 pm IST)