Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ખેતરમાં દવા છાંટતી વખતે ઝેરી અસરના ચાર બનાવ

સાવરકુંડલાના સગીર, યુવાન તથા મોટા વડાળા, ભીલડીના યુવાનોને રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૧૭: ખેતરમાં દવા છંટકાવ કરતી વખતે તકેદાર ન રખાય તો જોખમી બની શકે છે. બે બનાવમાં ત્રણ લોકોને દવા છંટકાવ વખતે શ્વાસમાં દવા ચડી જતાં ઝેરી અસર થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સાવરકુંડલાના કાનાતળાવ ખાતે ચંદુભાઇ બાબુભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં ચંદુ બાબુભાઇ વાઘેલા (ઉ.૧૬) તથા મનુ બાબુભાઇ વાઘેલા (ઉ.૧૮)ને કપાસમાં દવા છંટકાવ વખતે ઝેરી અસર થતાં અને કાલાવડના મોટા વડાળા ગામે હરિભાઇ પટેલની વાડીમાં દવા છાંટતી વખતે તેરસિંગ પાગલાભાઇ બારીયા (ઉ.૩૫)ને ઝેરી અસર થતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ચોથા બનાવમાં બાબરાના ભીલડીમાં હીરા જુજર (ઉ.૨૫)ને પણ ખેતરમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં દાખલ કરાયા છે.

(12:06 pm IST)