Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

વિસાવદરમાં પરિણીત ઢગાની પજવણીથી મુસ્કાને એસિડ પીધું

દિવાળી પછી લગ્ન થવાના છેઃ કોળી યુવતિને રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૭: વિસાવદરના જીવાપરમાં રહેતી મુસ્કાન મહેશભાઇ બારૈયા (ઉ.૧૭) નામની કોળી યુવતિએ એસિડ પી લેતાં વિસાવદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મુસ્કાન બે બહેન અને એક ભાઇમાં મોટી છે અને તેની સગાઇ થઇ ચુકી છે. તેના પિતા મહેશભાઇ હીરાઘસુ છે. પરિવારજનોના કહેવા મુજબ મુસ્કાનને અલ્પેશ નામનો બે સંતાનનો પિતા ફોન કરી હેરાન કરતો હોઇ આ બાબતે એ શખ્સને સમજાવવા છતાં સમજતો ન હોઇ મુસ્કાને કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે વિસાવદર પોલીસને જાણ કરી હતી.

(12:06 pm IST)