Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ભાવનગર-૧, શિહોર અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

મેઘરાજાએ વિરામ લેતા સૂર્યનારાયણના દર્શનઃ વરાપ નીકળતા ખેડૂતો ખેતી કાર્યમાં વ્યસ્ત

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો છે. અને આવા વાતાવરણ વચ્ચે ભાવનગર જીલ્લામાં ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જયારે સવારથી સૂર્યનારાયણે દર્શન દેતા ખેડૂતો ખેતી કાર્યમાંં વ્યસ્ત થઇ ગયા છે વાવણી બાદ માંગ્યા મેઘ વરસતા લોકોના હૈયે ખુશાલી છવાયુ  છે. ત્યારે આજ સવારથી સર્વત્ર વાદળા અને તડકાવાળુ વાતાવરણ છવાયેલુ છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં એક ઇંચ, સિંહોરમાં અર્ધો ઇંચ વરસાદ પડયો છે. જયારે જીલ્લાના અન્ય તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ વરસી ગયો હતો.

ગોહિલવાડ પથંકમાં છેલ્લા અઠવાડીયાથી રોજ મેઘરાજાની મહેર થઇ રહી છે. ધીમી ધારે વરસતા મેઘરાજા પાક-ખેતી માટે કાચુ સોનુ બની રહ્યા છે. ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી રોજ બપોર બાદ એક ઇંચ જેટલો વરસાદ પડી જાય છે.

છેલ્લા ર૪ કલાકમાં ભાવનગર શહેરમાં ર૦ મી.મી. ઘોઘામાં ૭ મી.મી. જેસરમાં ૬ મી.મી.તળાજામાં૩ મી.મી. અને સિંહોરમાં ૧૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

(12:04 pm IST)