Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જામકંડોરણામાં ઈદની ઉજવણી

જામકંડોરણાઃ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મોટાપીરની દરગાહથી શાનદાર ઝુલુસ નીકળ્યું હતું. જે મેઈન બજાર, હુશેની ચોક થઈ ઈદગાહે પૂર્ણ થયું હતું. જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા. ઈદગાહે સમુહ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઈદમુબારક પાઠવ્યા હતા.(તસવીરઃ મનસુખભાઈ સી.બાલધા, જામકંડોરણા)

(11:44 am IST)