Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જામનગર દેવુભા ચોકમાં ધરાશયી થયેલ મકાનમાંથી બંને મૃતદેહો બહાર કાઢ્યા : હવે વહેલી સવારે ફરીથી કામગીરી

સવારે એનડીઆરએફ પણ જોડાશે ;કડિયા અશોકભાઈ રાઠોડ અને મકાનમાલિક અનવરભાઈની લાશ મળી

જામનગર ;શહેરના દેવુભા ચોકમા પડી ગયેલા મકાનમાથી બે લાશ કાઢી લેવામા આવી છે. કામગીરી જામનગર મહાનગર પાલિકા દ્વારા અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સંયુક્તપણે બિષ્નોઈજી ચીફ ફાયર ઓફિસર અને એસ્ટેટ શાખા દ્વારા ભારે જહેમત ઉઠાવીને મકાન તોડી અંદર પ્રવેશી લાશ કાઢેલ છે ગુજરનાર અશોકભાઈ પરસોતમભાઇ રાઠોડ(રહે નવાનાગના, કડિયાકામ) અનવરભાઇ દાઉદભાઇ ગંઢાર(મકાન માલિક.0ની લાશ બહાર કઢાઈ છે કાલે વહેલી સવારે કાટમાળ હટાવવા માટે એનડીઆરએફ પણ  જોડાઈ જશે.

  સમગ્ર કાર્યવાહી જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડા દ્વારા અને મેયરના સતત દેખરેખ હેઠળ કરવામા આવેલ.બાજુના અન્ય મકાનો પણ તુટી પડવાની શક્યતા હોય કાલે વહેલી સવારે કામગીરી હાથ ધરાશે.પડી ભાગેલ મકાન ચારેય બાજુ અન્ય મકાનોથી ઘેરાયેલ હોય કાટમાળ ખસેડવાની કામગીરી મશીનો દ્વારા શક્ય નથી.આજુબાજુના રહીશોને પણ મકાન ખાલી કરવા માટે જણાવી દીધેલ છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.જાહેર જનતા ને વિનંતી છે કે વિસ્તારમા વાહનો રોડ ઉપર પાર્ક કરે તેમજ કામગીરી જોવા માટે એકઠા થાય.

રાત્રે કામગીરી હાથ ધરી શકાય તેમ બિલકુલ શક્યતા હોય રાહત કાર્ય કરનાર ટીમ અને અન્ય મજૂરોની  સલામતીના કારણોસર વહેલી સવારે કામગીરી હાથ ધરાશે.

(11:44 pm IST)