Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સિદસર ૨૫ વારીયામાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ભાવનગર SOG એ ઝડપી લીધા

 

ભાવનગરના સિદસરમાં 25 વરિયામાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને એસઓજીએ ઝાડલી લઈને ધૉરણસરની કાર્યવાહી હાથ ધરી છે

  ભાવનગર જીલ્લામાં દારૂ- જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરને સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ મેર તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે સિદસર ૨૫ વારિયા મહાકાળી ચોકમાં  જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા રવજીભાઇ રામજીભાઇ સરવૈયા ( રહે. નિલમબાગ પોલીસ સ્ટેશન પાછળ વાલ્મીકી વાસ ભાવનગર) અને  જીણાભાઇ બીજલભાઇ નૈયા ( રહેવાસી નિલમબાગ પોલીસ સ્ટેશન પાછળ વાલ્મીકી વાસ ભાવનગર) ને રોકડ રૂપિયા ૧૦૧૫૦ તથા ગંજીપાના સાથે ઝડપી પાડેલ છે તેના વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. 

  કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. હિતેશભાઇ મેર તથા ટી.કે.સોલંકી તથા હારીતસિંહ ચૌહાણ તથા અતુલભાઇ ચુડાસમા જોડાયા હતા.

 

(11:53 pm IST)