Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જુનાગઢમાં માતા-પુત્રના ત્રાસથી થરથરતો લોહાણા પરિવારઃ સલામતીની ઉઠી માંગ

પેટા-રઘુવીર સેનાના આગેવાનો-મહિલા અગ્રણીઓ દ્વારા એસપીને રજુઆત

 જુનાગઢ તા.૧૭: જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતો સગીર વયનો એક પુત્ર અને તેની માતાના ત્રાસથી એક લોહાણા પરિવાર થરથર કાપી રહયો છે, છતાં, જુનાગઢના લોહાણા સમાજના આગેવાનો આ મુદ્દે આગળ નહિં આવતા આ પરિવારની સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે, આ મામલે આઠ દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરવા છતા આ માતા-પુત્રને કોઇ લગામ લગાવી શકતા આજે ના છુટકે રઘુવીર સેનાના ભાઇઓ અને બહેનોએ જિલ્લા પોલીસવડાના દ્વારે દસ્તક આપવી પડી હતી.

જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર મોટા મંદિર હવેલી પાસે આવેલા ગુજરાત હાઉસીંગના કવાર્ટરમાં રહેતા અને કલરકામની મજુરીકામ કરતા એક લોહાણા પરિવારની આ દુઃખદ વાત છે. આ પરિવારની સગીરવયની દીકરી ઘરે એકલી હતી ત્યારે તેના મકાનની ઉપર-નીચે રહેતા મુસ્લિમ પરિવારના સગીર વયના પુત્રએ ગેલેરીમાંથી ગેરકાયદે પ્રવેક કરીને સગીરા પાસે શારીરિક માંગણી કરી હતી, પરંતુ સગીરા તાબે નહિ થતા, સગીરે સગીરાના કપડાં ફાડી નાખીને નિલ્લર્જ હુમલો કર્યો હતો, આ સમયે સગીરની માતા પણ હાજર હોવા છતાં તેણે પોતાના પુત્રને અટકાવવાને બદલે ઉલટાનું પ્રોત્સાહન પુરુ પાડીને વધુ શારીરિક માનસિક ત્રાસ આપવા પ્રેરણા આપતા ભારે ચર્ચા જાગી છે, આ મામલે સગીરાએ ના છુટકે આ વાતને લઇને ગત પ મી ઓગષ્ટે શહરેના બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે તે વખતે પોલીસે સગીર સામે માર મારી નિલ્લર્જ હુમલો કરીની મારી નાખવાની ધમકી આપ્યાનો ગુન્હો દાખલ કર્યો હતો, અને તેની માતા સામે મદદગારી અને દુષ્પ્રેરણાનાં કરવા માટે પ્રોત્સાહન પુરું પાડવાનો ગુન્હો નોંધ્યો હતો, અને કાયદેસરની કાર્યવાહી કરીને સંતોષ માની લીધો હતો. પરંતુ ફરિયાદ બાદ આ લોહાણા પરિવારને આજે અહીં રહેવું મુશ્કેલ બની ગયું છે. કારણ આ મુસ્લિમ પરિવાર ગમે તે ભોગે તેમનો ફલેટ ખાલી કરાવવા માંગે છે. અને કોઇ આધાર વગર મુસ્લિમ પરિવાર આ હાઉસીંગના કવાર્ટરમાં ઘુસીને ફલેટ ઉપર કબ્જો કરીને ગેરકાનુની પ્રવૃતિ કરી રહયાનો લોહાણા પરિવારે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

જેથી ઝગડાળું સ્વભાવના મુસ્લિમ પરિવાર સામે આ લોહાણા પરિવાર ઝઝુમી શકતો નથી જેથી તેણે પોતાની જ્ઞાતિ પાસે અપીલ કરી છે કે તેમનેમદદ કરવામાં આવે, પરંતુ આજ સુધી આ પરિવારને મદદ માટે કોઇ આગળ નહીં આવતા આજે ના છુટકે રઘુવીર સેનાના આગેવાનો જગદીશભાઇ જોબનપુત્રા, અશોકભાઇ, જયેશભાઇ ખખ્ખર, સાગરભાઇ નિર્મળ, રાજુભાઇ ઠકરાર, અશોકભાઇ પોપટ, તેમજ મહિલા અગ્રણીઓ પુજાબેન કારીયા, અલપાબેન ઉનડકટ, પ્રેમલબેન દત્તા સહિતનાઓએ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં તેઓ હાજર ન હોય ડીવાયએસપી ડામોરને લેખિતમંા અને મોૈખિક રજૂઆત કરીને આ પરિવારને સુરક્ષા પુરી પાડવા અને આ કેસમાં તટસ્થ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

(3:51 pm IST)