Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

લાઠીના હરસુરપુર દેવળીયામાં દેવીપુજકોને ભગાડી દેવા ઝુપડામાં આગ લગાડાતા ૧૪ સામે ફરીયાદ

 અમરેલી, તા., ર૭: લાઠીના હરસુરપુર દેવળીયાની સીમમાં ગઇકાલે ઝુપડા સળગાવી પ્રકરણમાં ગામમાંથી ભગાડી દેવા માટે આગ લગાડી પથ્થરમારો કર્યાની ફરીયાદ રજુબેન મુળજીભાઇ સામીયાએ શકદાર તરીકે વિનુ લાલજી પડસાલા નંદારતી પડસાલા, વિવેક નંદા, અશોક ભીખા, અરવિંદ વલ્લભ દેવાણી, મુન્ના રણછોડ સહીત ૧૪ સામે પોલીસમાં  ફરીયાદ નોંધાવી હતી. આગ લગાડી પથ્થરમારો પણ કર્યો હતો.

બાબરાના કીડીમાં પીજીવીસીએલ દ્વારા ચેકીંગ કરતા કર્મચારી ઉપર હુમલો

બાબરાના કીડી ગામે પીજીવીસીએલ ટીમ દ્વારા વિજ ચેકીંગ કરતા કર્મચારી સિધ્ધાર્થ ભરતભાઇ ટાંક ઉપર જેસા અમરશી ગેલાણી નામના શખ્સે લાકડી વડે હુમલો કરી માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ બાબરા પોલીસમાં થવા પામી હતી.

(3:50 pm IST)