Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

મીઠાપુરમાં મોટર સાયકલ પાર્ક કરવા મુદે પોલીસ કર્મચારીનો કાઠલો પકડી લીધો

 ખંભાળીયા તા. ૧૭ :..  મીઠાપુર પોલીસમાં ફરજ બજાવાતા વિજય ભીમાભાઇ વારોતરીયા પોતાની ફરજ દરમિયાન નાગેશ્વર મંદિર ખાતે હતા ત્યારે ગઇકાલે સવારે ત્યાં આવેલ ધીરૂભા રાજાભા માણેકને પોતાની મોટર સાયકલ પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી પોલીસ કર્મીની સાથે બોલાચાલી કરી ભુડી ગાળો આપી પહેરેલ વર્ધીની કાઠલો પકડી મારવાની કોશીષ કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ વિજય વારોતરીયાએ આરોપી ધીરૂભા માણેક વિરૂધ્ધ નોંધાવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોત

કલ્યાણપુરના ટંકારીયા સુર્યાવદર ગામના પાટીયા પાસે એક ડમ્પરને જીજે-૧૦-ઝેડ-૯૯ર૮ નું લઇને જઇ રહેલ ભલાભાઇ માલદેભાઇ કુછડીયા ઉ.પ૧ વાાળા પોતાનું ડમ્પર ગફલત ભરી રીતે ચલાવી પલ્ટી ખવડાવી દેતા ચાલક ભલાભાઇ કુછડીયા ગંભીર ઇજાઓ છતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જૂગાર

કલ્યાણપુરના ભાટીયા ગામે જાહેરમાં તિનપતીના પાના વડે જૂગાર રમતા મુસ્તાક ગુલામ હુસેન શેખ, ફીરોઝ મામદ રાવફેડા, ભીખાભાઇ પરબતભાઇ આંબલીયા, સામુબેન લાખાભાઇ ચમડીયા, ધનબાઇ ગોપાલ નારણ કારીયા, હંસાબેન ચંદુભાઇ પરમાર, આ તમામ ઇસમો રોકડા રૂપિયા ૧૦રર૦ ની મતા સાથે પકડાઇ આવ્યા હતાં.

આપઘાત

કલ્યાણપુરના નંદાણા ગામે રહેતી યુવતી સુમીકાબેન ખીમાભાઇ માંતગ ઉ.૧૭, વાળા માનસીક બીમાર હોય જેથી ગળે ફાંસો ખાઇ મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મોત

ઓખાના ટાટા પ્લોટમાં ભદ્રે્રેશા જેટી ઉપર બોટમાં માઇ સામાન ચડાવ ઉતાર કરતી વખતે સતીષ ભંદુભાઇ ઉ.૩૩ વાળા અકસ્માતેપડી જતાં સારવાર દરમ્યિાન મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જુગાર

ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે જાહેરમાં તિનપતિના પાના વડે જુથાર રમતા (૧) દેશુર ધરણાત સુવા (ર) હેમત સામાત કરમુર (૩) ઘેલુ અરશીભાઇ ચાવડા આ ઇસમો રોકડા રૂપિયા ૫૦૭૦/- સાથે પકડાઇ આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી જનાવર કરડતા

ખંભાળીયા તાલુકાના જુની ફોટ ગામે રહેતા વાલીબેન અરશીભાઇ કનારા ઉ.૪પ વાળા ખેતરમાં કામ કરતા હતા ત્યારે ઝેરી મેનાવર કરડી જતા સારવાર દરમિયાન મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)