Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કુવાડવા નજીક વરસતા વરસાદમાં ડમ્પર ઉંધુ વળ્યું: કલાકો સુધી ટ્રાફિક જામ થયો

ત્રીમંદિર પાસે બનાવઃ ડમ્પર સાયલા તરફ જતુ હતું: કુવાડવા પોલીસે પહોંચી ટ્રાફિક કલીયર કરાવ્યો

રાજકોટઃ સવારે વરસતા વરસાદમાં રાજકોટથી સાયલા તરફ જઇ રહેલું ડમ્પર ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી મારી જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. કલાકો સુધી વાહનોની કતાર જામી હતી. જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકી, જયંતિભાઇ સહિતનો સ્ટાફ, બે પીસીઆ વેન અને ટ્રાફિક પોલીસનો કાફલો પહોંચ્યો હતો. ક્રેઇન મંગાવીને ડમ્પર સાઇડમાં લેવડાવી ટ્રાફિક કલીયર કરાવવા કાર્યવાહી થઇ હતી. અકસ્માત સર્જાતાં ચાલક ડમ્પર મુકી ભાગી ગયો હતો. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. તસ્વીરમાં પલ્ટી ખાઇ ગયેલા ડમ્પર પાસે એએસઆઇ ફતેહસિંહ તથા બીજી તસ્વીરમાં વાહનોની કતાર જોઇ શકાય છે

(3:40 pm IST)