Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

લાં...બા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરતા લોકોને હૈયે ટાઢકઃ ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસ્યો વરસાદ

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લાંબા વિરામ બાદ ફરી વખત મેઘરાજાએ હેત વરસાવવનું શરૂ કરતા લોકોના હૈયે ટાઢક થઇ છે. આજે સવારથી ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

બોટાદ જિલ્લાનાં બરવાળામાં દોઢ ઇંચ, બોટાદ શહેર અને ગઢડામાં એક ઇંચ, રાણપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

ભાવનગરના તળાજા, પાલીતાણા, ઘોઘા, શિહોરમાં ૧ ઇંચ, અમરેલી, લાઠી, લીલીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

આજે રાજકોટમાં  જસદણ, વિંછીયામાં૧ ઇંચ, સુરેન્દ્રનગરમાં લખતરમા ૧, લીંબડી, સાયલા, ચુડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

વઢવાણ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે અને વઢવાણ, લખતર, લીંબડી, ચુડા, પાણશીણા સહિતની જગ્યાએ વરસાદ વરસતા લોકોમાં ખુશી છવાઇ છે.

રાજકોટ

રાજકોટઃ શહેરમાં પણ આજે સવારથી મેઘાવી માહોલ સાથે હળવો-ભારે વરસાદ વરસી રહયો છે.

આટકોટ

આટકોટઃ રાજકોટ, ભાવગનર હાઇ-વે ઉપરના સમઢીયાળા, ત્રંબા, આટકોટ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે.

ભાવનગર

ભાવનગર : લાંબા વિરામ બાદ ભાવનગર જીલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે અને મોડી રાત્રીના ૩ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ચાલુ રહ્યો છે. શહેર અને જીલ્લામાં સર્વત્ર અર્ધાથી એક ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ જ છે.

ગોહિલવાડ પંથકમાં રર દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ ઉભો થયો છે. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ રાત્રે ૩ વાગ્યાથી વરસાદ શરૂ થયો છે જે આજે સવારે આ લખાઇ રહ્યું છે ત્યારે ૯ વાગ્યે પણ ધીમી ધારે મેઘસવારી ચાલુ રહી છે.

જસદણ

જસદણ : વિંછીયા પંથકમાં આજે શુક્રવારે સવારે લાંબા સમય બાદ ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. લાંબા સમયથી વરસાદ એ રૂકાવટ કરી હતી ત્યારે લોકોના જીવ તાળવે ચોંટયા હતાં. આવા સમયે આજે શુક્રવારે સવારથી જ મેઘરાજાએ ધીમી ધારે જસદણ, વિંછીયા પંથકના અનેક ગામડાઓમાં પ્રવેશ કરતા લોકોમાં આનંદ છવાયો છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ-૩ર.પ, લઘુત્તમ-ર૬.ર, ભેજ-૮૭ ટકા, પવન-૧ર.૮ રહી હતી.

છેલ્લા  ર૪ કલાકમાં સવારના ૧૦ વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

બોટાદ ર૦ મી.મી. ગઢડા ર૦ મી.મી. બરવાળા ૩૯ મી.મી. રાણપુર ૧૩ મી.મી.

ભાવનગર

ભાવનગર રર મી.મી. તળાજા રપ મી.મી. પાલીતાણા ર૩ મી.મી. ઉમરાળા ૧ર મી.મી. શિહોર ર૧ મી.મી. ઘોઘા રર મી.મી. વલ્લભીપુર ૬ મી.મી. જેશર ૩ મી.મી. ગારીયાધાર ૬ મી.મી.

રાજકોટ

જસદણ રર મી.મી. વિંછીયા ર૦ મી.મી. કોટડા સાંગાણી ર મી.મી.

સુરેન્દ્રનગર

ચોટીલા ૮ મી.મી. ચુડા ૧પ મી.મી. ધ્રાંગધ્રા ૩ મી.મી. થાનગઢ ૩ મી.મી. લખતર ર૧ મી.મી. લીંબડી ૧૪ મી.મી. સાયલા ૧૧ મી.મી. વઢવાણ ૧૦ મી.મી.

અમરેલી

અમરેલી ૧૩ મી.મી.ધારી ૩ મી.મી. ખાંભા ર મી.મી. લાઠી ૧પ મી.મી. લીલીયા ૧પ મી.મી. રાજુલા ર મી.મી. સાવરકુંડલા પ મી.મી.

મોરબી

વાંકાનેર ૧ મી.મી.

ગીર સોમનાથ

વેરાવળ ૧ મી.મી.

(3:30 pm IST)