Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ધોરાજીના નાનીવાવડી ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

નાનીવાવડી ખાતે પંદરમી ઓગસ્ટના પાવન પર્વ નિમીતે પ્રાથમીક શાળા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ ગ્રામ પંચાયતના સરપંચ ભગવાનજીભાઇ પીછીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિ ક્રાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં દેશભકતીને લગતા કાર્યક્રમો કરેલ હતા આ કાર્યક્રમને નીહાળવા ગ્રામજનોએ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને સનમાનીત કરેલ  હતા. આર.સી.ભુત, તથા નીલેશભાઇ કણસાગરા તથા પ્રતાપસિંહ ચુડાસમા તથા ગ્રામ પંચાયતના સદસ્યઓ તથા સહકારી આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા નાનીવાવડી પ્રાથમીક સ્કુલના આર્ચાય તથા શિક્ષકગણ તેમજ સ્ટાફ પરીવાર દ્વારા જહેમત ઉઠાવેલ હતી. તસ્વીરમાં રાષ્ટ્ર ધ્વજને સલામી આપતા સરપંચ નજરે પડે છે.(૬.૭)

(11:46 am IST)