Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સોમનાથમાં જળપુર્તિ યોજનાનું લોકાર્પણ અટલજીએ કર્યુ'તું

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ત્રણ વખત આવી ચૂકયા છે

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૭ :.. આજે ભારતના તત્‍કાલીન વડાપ્રધાન અટલબિહારી બાજપાઇનું નિધન થતાં ર્તીથનગરી સોમનાથ સુમસામ શોકમય બન્‍યું.

બાજપાઇના સંભારણા જબ તક સૂરજ ચાંદ રહેગાની જેમ સોમનાથ મહાદેવ મંદિરમાં વરસો સુધી ગૂંજતું રહેશે કારણ કે સોમનાથમાં દિવ્‍ય આરતી પછી દર્શાવાતો લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શોમાં તા. ૩૧-૧૦-ર૦૦૧ ના રોજ શ્રી સોમનાથ જયોર્તિલીંગ પ્રાણ પ્રતિષ્‍ઠા સુર્વણ જયંતિ સમારોહમાં કરેલું ભાષણ અક્ષરઃસઃ ઓરીજનલ દ્રશ્‍ય સાથે લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શોમાં રજૂ કરાયું છે જે કાયમ દર્શાવાય છે અને દર્શાવાતું રહેશે.

જુનાગઢ ખાતે જનસંઘનું કોઇ અધિવેશનમાં જયારે બાજપાઇ આવેલ ત્‍યારે તેને સોમનાથ જવા ઇચ્‍છા વ્‍યકત કરેલ અને તે તથા અન્‍ય સભ્‍યો ખાસ એસ. ટી. બસ  દ્વારા સોમનાથ આવેલ અને તે બસ હાલના દિગ્‍વીજય દ્વાર પાસે ઉભી રહી હતી તેમ નજરે જોનાર ભાસ્‍કર વૈદ્ય કહે છે તો એક સમયે ચૂંટણી વખતે વેરાવળ જાહેરસભા સંબોધવા આવેલ ત્‍યારે તે સભા સટ્ટા બજારમાં યોજાઇ હતી. તેમાં ત્રણ કલાક જેટલું મોડું થતાં તેના ભાષણમાં તેમણે કહયું કે મારી પાસે હેલીકોપ્‍ટર હોત તો આટલુ મોડું ન થાત.'

વેરાવળના એક વકીલને ઘેરે પણ ગયેલ અને બાજપાઇ તેના સમયના તે પક્ષના તમામ અગ્રણી કાર્યકરોને નામથી બોલાવતા હતા આવી હતી તેની યાદદાસ્‍ત, સોમનાથ ખાતે મંદિરને તેમજ તેના અતિથી ગૃહોમાં આવતા દેશ-વિદેશના યાત્રિકોને કાયમી હિરણ-ર નું મીઠું પાણી મળે તે માટેના જોડાણનું લોકાર્પણ બાજપાઇના હસ્‍તે સોમનાથ ખાતે તા. ૩૧-૧૦-ર૦૦૧ ના રોજ થયેલ હતું. સાથો-સાથ સોમનાથ જયોર્તિલીંગ પ્રાણ પ્રતિષ્‍ઠા સુર્વણ જયંતિ સમાપનના એ સમારોહ સાથે મોરારજી દેસાઇ ઘાટ નવનિર્માણનો શિલાન્‍યાસ પણ તેના વરદ હસ્‍તે થયેલ.

સોમનાથમાંના વેણેશ્વરના મેદાનમાંથી રીમોટ કન્‍ટ્રોલ દ્વારા આ લોકાર્પણ થયા હતા તેને કરેલ સંબોધન આ રહયું તાજેતરમાં પરવેઝ મુશરફે જણાવ્‍યું છે કે હમે ચુડીયા નહીં પહેન રખી હે...' એવા અહંકારી નિવેદનનો જવાબ આપતા બાજપાઇએ જણાવ્‍યું હતું કે  પંજાબમાં બંગડીઓ બહુ પહેરાય છે પણ એમને ખબર નહીં હોયકે પંજાબમાં કડાં પણ પહેરવામાં આવે છે. સાંકેતીક રીતે મુશરફને સંબોધતા જણાવેલ અમારા સંયમને નબળાઇમાં ન ખપાવો જોઇએ.

સરદાર નહોત તો ભારત એક ન હોત. ર્દુભાગ્‍યે ભારતના ભાગલા થયા પણ હવે એવું નહીં બને. જમ્‍મુ કાશ્‍મીર ભારતનો ભાગ છે અને રહેશે. તે સભામાં બાજપાઇએ સોમનાથને બ્રોડગેજ રેલ્‍વે સાથે જોડવામાં આવશે તેવો જણાવેલ અને પછી  અમલ પણ કર્યો સોમનાથ આપણી સંસ્‍કૃતિ-ધર્મનું પ્રતિક છે એના ઉપર હૂમલો થયો તે હવે ચલાવી નહીં લેવાય.

વડાપ્રધાન બાજપાઇ જયારે સોમનાથ આવેલ ત્‍યારે તેની સાથે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી, લાલકૃષ્‍ણ અડવાણી, દિનેશ શાહ, હરીન પાઠક, ડો. વલ્લભ કથીરીયા, અશોક ભટ્ટ, ગોરધન ઝડફીયા, ચુનીભાઇ ગોહેલ સાથે રહ્યા હતાં.

 

(11:45 am IST)