Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

લીલી સાજડીયાળીમાં પાણી જોવા જતા લાકડાની આડશ તૂટીઃ આદિવાસી યુવાન ધર્મેશનું અંદર ખાબકતાં મોત

રાજકોટ તા. ૧૭: લીલી સાજડીયાળી ગામે વાડીએ કામ કરતો મધ્યપ્રદેશનો આદિવાસી યુવાન રાત્રે કૂવામાં પાણી જોવા જતાં લાકડાની આડશ તૂટતાં અંદર પડી જતાં માથામાં પથ્થર લાગી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મધ્યપ્રદેશનો ધર્મેશ કિશનભાઇ મોરજીયા (ઉ.૨૮) લીલી સાજડીયાળીમાં વાડીમાં રહી મજૂરી કરતો હતો. રાત્રે સાડા નવેક વાગ્યે તે બેટરી લઇ કુવામાં પાણી જોવા ઉભો હતો ત્યારે લાકડાની આડશ તૂટી જતાં અંદર પટકાયો હતો. પાણી તો ત્રણેક ફૂટ જ હતું પણ પથ્થર લાગી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ મોત નિપજ્યું હતું.  મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં ચાર પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસ મથકના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:41 am IST)