Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

મોરબીથી બાઇક ચોરીને નીકળેલા આરોપી સામખીયાળી ચેકપોસ્ટ પર ઝડપાયો

ભુજ, તા.૧૭ઃ સામખીયાણી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે એક બાઇકસવાર પાસેથી આદરપુરાવા ન મળતા વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ શખ્સ કાનમેર (રાપર) નો મહેશ રામુભાઈ વાદ્યેલા હોવાનું અને તે મોરબી થી બાઇક ચોરીને આવ્યો હોવાનું પોલીસને જણાયું હતું. તેની વધુ પૂછપરછ બાદ સામખીયાળી પોલીસે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસે બાઈકચોર મહેશ વાદ્યેલાની ધરપકડ કરી તેના કબજા માં થી બાઇક ન. GJ-3 DL 5637 જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

(11:37 am IST)