Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ભાવનગરમાં મકાનમાં સેન્ટ્રીંગનું કામ દરમિયાન વિજ શોક લાગતા યુવકનું મોત

ભાવનગર તા ૧૭ ઃ ભાવનગરના અકવાડામાં રહેતા ભુપાભાઇ  જોધાભાઇ ચોૈહાણ ઉ.વ.૩૫ નામના શ્રમિક યુવાન ને શહેરમાં ટોપ થ્રી સીનેમા પાસે ચંદ ુપાર્કમાં બની રહેલા મકાનમાં સેન્ટ્રીંગ કામ દરમ્યાન ઇલેકટ્રીક શોક લાગતા તેનું મોત નિપજયું હતું.

દાદરા પરથી પડી જતા મોત

ભાવનગર શહેરનાં ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા પરાગભાઇ ઉદયભાઇ સોસોદીયા ઉ.વ. ૪૨ નું દાદરા પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજયું હતું.

જયારે શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા મોહનભાઇ ભાણભાઇ મકવાણા ઉ.વ.૬૦ નું તેના ઘર ખાતે રસ્તામાં ચાલતા ચાલતા પડી જતા ઇજા થતાં અત્રેની સરત હોસ્પીટલમાં  સારવાર  દરમ્યાન મોત નિપજયું હતું.

(11:35 am IST)