Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પાલીતાણાનો જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હાનો વોન્ટેડ આરોપી માતરના અલીન્દ્રાથી ઝડપાયો

ભાવનગર આર આર સેલની ટીમે આરોપીને તેના ઘરેથી ઝડપી ગંગાજળિયા પોલીસને સોંપ્યો

 

ભાવનગર ;પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના જાનથી મારી નાખવાની ધમકી આપનાર વોન્ટેડ આરોપીને તેના ઘેરથી ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી લીધો છે

  ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અર્જુનસીંગ ભજનસીંગ કલાણી/સરદારજી * ..૧૯ ) ( રહેવાસી અલીન્દ્રા ગામ તા.માતર જી.ખેડા) ને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

(1:07 am IST)