Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જુનાગઢમાં ચૂંટણી અંતર્ગત દરોડાઃસમીર પઠાણના ઘરમાંથી તમંચો અને દારૂની ૩૧બોટલ જપ્ત

સમીર છનનઃ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સતત કોમ્બીંગ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ, તા.,૧૭: જુનાગઢ રેન્જઆઇપીજી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસ વડા સૌરભસીંઘ દ્વારા તાજેતરમાં યોજાનાર કોર્પોરેશનની ચુંટણી શાંતિપુર્વક માહોલમાં યોજાયે તે માટેવાહન ચેકીંગ, હથીયાર  ધારાના કેસો પ્રોહીબીશન કેસો સહીતની કામગીરી  કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવાસુચનાઆપવામાં આવીછે. જે અન્વયે દોલતપરા વિસ્તારમા  ંસમીર પઠાણના ઘ રમાંથી તમંચો અને દારૂની૩૧બોટલનિયત કરવામાં આવી છે.પોલીસે દરોડો પાડતા સમીર નાસી છુટયોહતો.ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સતત કોમ્બીંગ ચાલી રહયું છે.

લોકસભાની ચૂંટણી અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ના આવે તેમજ કોર્પોરેશનની ચૂંટણી નિર્ભયતા ભર્યા વાતાવરણમાં શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના આધારે જૂનાગઢ શહેરના વિસ્તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ દિવસ દરમિયાન રાખવામાં આવેલ ખાસ ફૂટ પેટ્રોલિંગદરમિયાન દોલતપરા, માર્કેટ યાર્ડ પાસે આવેલ કસ્તુરબા સોસાયટી ખાતે રહેતા આરોપી સમીર ફિરોઝખાન પઠાણના રહેણાંક મકાનમાંથી એ ડિવિઝન પીઆઈ કે.એમ. ગોસ્વામી, પો.સ.ઇ. એ.એલ.બારસિયા, પો.સ.ઇ. પી.જે.રામાણીઙ્ગ તથા હે.કો. સંજયભાઈ, પો.કો. ભૂપતસિંહ, ભનુભાઈ, ખીમાભાઈ, ડ્રાઈવર મનોહરસિંહ, રામભાઈ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા મળેલ બાતમી આધારે જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૩૧ કિંમત રૂ. ૧૩,૦૦૦/- તથા દેશી હાથ બનાવટનો તમંચો હથિયાર કિંમત રૂ. ૧,૫૦૦/- સહિતનો કુલ રૂ. ૧૪,૫૦૦/-ઙ્ગ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ પોલીસ રેઇડની આરોપી સમીર ફિરોઝભાઈ પઠાણને જાણ થતાં, પોતાના મકાનની ડેલીને તાળું મારી, નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા તાળું તોડી, મુદામાલ કબજે કરી, હાજર નહીં મળી આવેલ આરોપી સમીર ઉર્ફે અમલો ઉર્ફે લંગડો ફિરોઝખાન પઠાણ રહે. કસ્તુરબા સોસાયટી શેરી નં. ૩, દોલતપરા, જૂનાગઢના વિરુદ્ઘ એ ડિવિઝનના પો.સબ ઇન્સ. પી.જે.રામાણી દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, હથિયારધારા આર્મ્સ એકટ તેમજ પ્રોહીબિશન એકટ મુજબના બે અલગ અલગ ગુન્હાઓ નોંધવામાં આવેલ છે.ં

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.ગોસ્વામી તથા પો.સ.ઇ. એ.એલ.બારસિયા, પી.જે.રામાણી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(3:45 pm IST)