Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કોટડાનાયાણીમાં વરૃણ દેવતાને રિઝવવા હવનઃ ગામ ફરતે દૂધની ધારા વહીઃ બટુકભોજન અને બ્રહ્મભોજનનું આયોજન

રાજકોટઃ સોૈરાષ્ટ્રના મોટા ભાગના ગામો શહેરોમાં વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. વરૃણ દેવતાને રીઝવવા ઠેર-ઠેર હોમહવનના આયોજનો થઇ રહ્યા છે. દરમિયાન વાંકાનેરના કોટડા નાયાણી ગામમાં પરજન્ય યજ્ઞનું આયોજન કરાયું હતું અને આખા ગામના ફરતે દૂધની ધારા વહી કરવામાં આવી હતી. તેમજ બટુક ભોજન અને બ્રહ્મભોજનનું આયોજન ગઇકાલે ગુરૃ પૂર્ણિમાના દિવસે કરવામાં આવ્યું હતું. ગુરૃદેવ બાપુના મંદિરે આ હવન યોજાયો હતો. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(3:41 pm IST)