Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાજુલા તાલુકા પંચાયતના ૩ કોંગી સભ્યોના સસ્પેન્શન સામે હાઇકોર્ટનો સ્ટે : ભાજપને ફટકો

રાજુલા તા ૧૭  : રાજુલા તાલુકા પંચાયતમાં કુલ ૬ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે, જેમાં ૩(ત્રણ) સભ્યો ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા, તેઓને પક્ષાંતર ધારા મુજબ સસ્પેન્ડ કરવમાં આવેલ છે, જયારે બીજા ત્રણમાં પ્રમુખ બચુબેન બળવંતરાય લાડુમોર સહિતનાઓને સતત ૪ (ચાર) મીટીંગોમાં ગેરહાજર રહેવા સબંધે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ હતા, જે તમામની ચુંટણી આગામી તા. ૨૧/૭/૨૦૧૯ ના રોજ છે. જેથી હવે આ ત્રણ સભ્યોનું સસ્પેન્સન સામે હાઇકોર્ટે સ્ટે આપતા આગામી ચુંટણીમાં પણ હવે સ્ટે આવવાની પુરી શકયતા છે.

આમ  રાજુલા તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા કરવામાં આવેલ તોડ જોડ સામે હાઇકોર્ટે સ્ટે આપેલ છે.

(1:29 pm IST)