Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પંચાળ પરગણામાં ગુરૂપુર્ણીમાએ ભકતોના ઘોડાપુર ઉમટ્યા

ચોટીલા, થાન, મૂળીનાં મંદિરો આશ્રમમાં મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા

ચોટીલા તા.૧૭:  પંચાળ પરગણામાં ગુરૂપુર્ણીમાની ભાવભેર ઉજવણી કરવામાં આવેલ હતી જેમા ચોટીલા ચામુંડાધામ, ધારશી ભગતની જગ્યા, ગોપાલગીરી બાપુ નાં આશ્રમ, દેવા બાપાની જગ્યા, ચીરોડા બુદ્ઘગીરીની જગ્યા,બાવન હનુમાનની જગ્યા, અવલીયા ઠાકર, નવા સુરજદેવળ, કાળાસર ઠાકોરની જગ્યા સહિતનાં ધાર્મિક સ્થળોએ ભાવિકો ગુરૂ સ્થાને આજના પવિત્ર દિવસે પાવનતા પામવા પહોચી ગયા હતાઙ્ગ

થાનગઢ પંથકમાં સોનગઢ ગેબીનાથની જગ્યા, વાસુકી મંદિર, જોગ આશ્રમ, ભોયરેશ્વર મહાદેવ, રામજીમંદિર સહિતનાં દેવાયો અને આશ્રમમાં ગુરૂપુર્ણીમા ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ પરંપરાગત ગુરૂ પરંપરા અપણ યથાવત પેઢી દર પેઢી ચાલતી જોવા મળેલ અનેક સ્થળે મહાપ્રસાદ યોજાયેલ અને હજારો ગુરૂ ભકતોએ તેનો લાભ લિધેલ હતો

મૂળી તાલુકાનાં સ્વા. મંદિર અને દુધઇ વડવાળાધામ ખાતે ભવ્ય ઉજવણી યોજાયેલ જેમા સ્વામિનારાયણ મંદિેરે હરિભકતોનુ ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ એક અંદાજ મુજબ ર૦ હજાર હરિભકતોની ગુરૂપુર્ણીમાના દિવસે ગુરૂ દર્શન અને ગુરૂ પુજા કરવાના દિવ્ય અવસરે વ્હેલી સવાર થી હરિભકતોની ભીડ જામેલ આરતી સ્વા મહામંત્ર ના જાપ અને શ્રીસંતોના મુખેથીઙ્ગ ગુરૂ નો વિશેષ મહિમા અને દિવ્ય પ્રવચનનો લાભ હરિભકતોએ સંતો અને સાખ્યોગી બહેનોની વિશાળ હાજરીમા લીધો હતો તેમજ શ્રી હરિના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લઇ હરિભકતોએ ધન્યતા અનુભવી હતી મૂળી મંદિરના મહંત શ્રી શ્યામ સંુદરદાસજી કોઠારી સ્વામિ વ્રજભુષણ દાસજી ના માર્ગદર્શન હેઠળ હરિભકતોએ ખુબ જહેમત ઊઠાવી કાર્યક્રમ દિપાવ્યો હતો

દુધઇ ખાતે પ્રસિદ્ઘ રબારી સમાજનાં વડવાળાધામ ખાતે હજારોની સંખ્યામાં રબારી સમાજનાં ભાઇઓ બહેનો ગુરૂ પરંપરા નિભાવવા દુધઇ ખાતે આજે ઉમટેલ હતા સમગ્ર ગુજરાત અને વિશેષ કચ્છી રબારી સમાજ પરંપરાગત વસ્ત્રો અને આભુષણોમાં સુસજ્જ બનીને આવતા લોક આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું ગુરૂ ગાદીએ બિરાજમાન મહંત રામબાલકદાસ બાપુના ચરણસ્પર્સ કરી ગુરૂ પુજા કરી લોકોએ ભાવ થી ગુરૂ વંદના કરી મહાપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી

પંચાળની ૫૦૦ થી વધુ શાળા કોલેજમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે ગુરૂ ભાવ ની અભિવ્યકિત કરી ગુરૂ પુર્ણીમાં ઉત્સવની ઉજવણી કરેલ હતી.

(1:28 pm IST)