Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

દ્વારકાના વરવાળામાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઇને આપઘાત

૧૦ મહિના પહેલા ભાગી જઇને લગ્ન કર્યા બાદ આજે જીવ દઇ દીધો

તસ્વીરમાં મૃતક યુવક-યુવતિ અને ઘટના સ્થળે ગ્રામજનો નજરે પડે છે.

ખંભાળીયા, તા. ૧૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વરવાળા ગામમાં પ્રેમીપંખીડાએ વૃક્ષની ડાળીએ લટકી જઇને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના વરવાળા ગામે એક વૃક્ષની ડાળીએ યુવક અને યુવતીના

મૃતદેહ ગળેફાંસો ખાધેલ હાલતમાં મળતા ગામલોકો ઘટના સ્થળે દોડી ગયા હતાં.

પ્રાથમિક તપાસમાં એક રબારી અને બાવાજી યુવક-યુવતિએ ૧૦ મહિના પહેલા ભાગી જઇને લગ્ન કરી લીધા હતાં.

ત્યારબાદ આ બન્નેના મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)