Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પોરબંદર હોલસેલ ગ્રેઈન મરચન્ટ એસો.ના પ્રમુખપદે અનિલભાઈ કારીયાઃ ઉપપ્રમુખપદે પ્રદીપભાઈ મોનાણી

એસો.માં હોદેદારોની ચૂંટણીને બદલે સર્વસંમતિને પ્રાધાન્ય

પોરબંદર, તા. ૧૭ :. હોલસેલ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલ હતી.

સંસ્થાના પ્રમુખ અનિલભાઈ કારીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે આપણા પૂર્વ અને સ્વ. પ્રમુખ નટુભાઈ ઠકરારના સમયથી આપણી સંસ્થામાં પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી કરવાને બદલે આ પદો પર સર્વસંમતિથી નિયુકિત કરવામાં આવે છે અને જો કોઈપણ સભ્યશ્રીને પ્રમુખ પદ મેળવવાની ઈચ્છા હોય તો ખુલ્લા દિલે અને પ્રેમથી જણાવે.

સંસ્થાના વડીલ દુલાભાઈ કારીયાએ સંસ્થામા કયારેય ચૂંટણી થયેલ નથી તેમ જણાવી આવનારા સમય માટે પણ પ્રમુખ પદ માટે અનિલભાઈ કારીયાના નામથી દરખાસ્ત કરી જેને ઉપસ્થિત સર્વે વ્યાપારી ભાઈઓએ સર્વસંમતિ આપી આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે કિશોરભાઈ કોરડીયા એ સંસ્થાના ઉપપ્રમુખ પ્રદીપભાઈ મોનાણી, માનદમંત્રી ભરતભાઈ રાયચુરા તેમજ ખજાનચી રાજેશભાઈ ગોંદિયાના નામની કરેલ જાહેરાતને સર્વસંમતિ આપવામાં આવી.

કારોબારી સમિતિમાં દુર્લભજીભાઈ કારીયા, અનિલભાઈ અમલાણી, કિશોરભાઈ કોરડીયા, જલેશભાઈ લાખાણી, ભાવિનભાઈ કારીયા, જયભાઈ લાલચેતા, મિલનભાઈ કારીયા, સુભાષભાઈ ઠકરાર, મહેશભાઈ મજીઠીયા તેમજ વિજયભાઈ દતાણીના નામની દરખાસ્ત કરવામાં આવી જેને વધાવી ઉપસ્થિત સર્વેએ પોતાનું સમર્થન આપેલ.

આશા ચિલ્ડ્રન હોસ્પીટલના થેલેસેમીયા પીડીત બાળકોને લોહીની તાતી જરૂરીયાત હોય તે લક્ષમાં લઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૦૦ જેટલી બ્લડની બોટલ એકઠી થયેલ. બ્લડ આપેલ દાતાઓને આકર્ષક ગીફટ પણ હોલસેલ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન તરફથી આપવામાં આવેલ. મંત્રી ભરતભાઈ રાયચુરાએ આભારવિધિ કરેલ હતી.

(1:28 pm IST)