Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સલાયામાંથી ૩ શખ્સો ગેરકાયદે ડિઝલના જથ્થા સાથે ઝડપાયા

ખંભાળીયા તા.૧૭: જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ દેવભૂમિ દ્વારકા તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સુચના મુજબ દેવભુમિ દ્વારકાના પ્રો.નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિલાપ પટેલ તથા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.આર.હેરભા તથા પોલીસ સબ ઇન્સપકેટર શ્રી એ.ડી.પરમારના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સતત પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય તા.૧૬-૭-૨૦૧૯ના એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ.કોન્સ.ઇરફાનભાઇ એ.ખીરા પો.કોન્સ. મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, રાકેશભાઇ નટવરલાલ સિધ્ધપરા,કિશોરસિંહ ભગુભા જાડેજા વિગેરે સ્ટાફના માણસો સરકારી વાહનમાં જામ સલાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ ઇરફાનભાઇ ખીરાને ખાનગી રાહે હકિકત મળેલ કે સલાયામાં બંદર ખાતે એસ.આર.પી.ના ડોમની પાછળ અમુક ઇસમો ગેરકાયદેસર રીતે કયાકથી છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો રાખી વેચાણ અર્થે આવેલ છે જેથી તુરત જ પંચો સાથે હકિકત વાળઈ જગ્યાએ પહોચી જઇ ત્રણેય પૈકી નંબર (૧)અક્રમ સ/ઓ રજાકભાઇ ઇશાકભાઇ સંધાર જાતે મુસ્લીમ વાધેર ઉ.વ.૨૪ ધંધો માછીમારી રહે.હુસેની ચોક ગોઢી પાડો સલાયા વાળા હોવાનુ જણાવેલ નં.(૨) રિઝવાન સ/ઓ રજાકભાઇ ઇશાકભાઇ સંધાર જાતે.મુસ્લીમ વાધેર ઉ.વ.૨૨ ધંધો માછીમારી રહે. હુસેની ચોક ગોઢી પાડો સલાયા વાળો હોવાનું જણાવેલ તેમજ નં.(૩)અબ્દુલ સ/ઓ કરીમ ભગાડ જાતે. મુસ્લીમ વાધેર ઉ.વ.૨૭ ધંધો માછીમારી રહે.જકાતનાકાની બાજુમાં વતની નગર સલાયા વાળો હોવાનું જણાવેલ હોય મજકુર ઉપરોકત ત્રણેલ ઇસમો પાસેથી અલગ અલગ કુલ-૬ કેનમાં આશરે ૧૨૫ લીટર જેટલુ ડિઝલ મળી આવેલ હોય જે બાબતે મજકરૂ ઇસમોને પુછપરછ કરતા કોઇ આધાર પુરાવો રજુ કરતા ન હોય જેથી સદરહુ મળી આવેલ ડિઝલનો જથ્થો કુલ આશરે ૧૨૫ લીટરન ીકુલ કિ.રૂ.૭૫૦૦ ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજ કબ્જે કરેલ છે. જેમ ઉપરોકત મજકુર ત્રણેય ઇસમોએ પોતાની પાસે ગેરકાયદેસર કોઇ આધાર પુરાવા વગર પોતાની પાસે ડિઝલનો જથ્થો રાખેલ હોય જેથી ત્રણેય ઇસમોને સી.આર.પી.કલમ ૪૧(૧)ડી.મુજબ ધોરણસર અટક કરી વધુ તપાસ માટે સલાયા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.એ.ડી.પરમારસ્ટાફના પો.હેડ.કોન્સ. ઇરફાનભાઇ ખીરા, હરદેવસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મહોમદભાઇ બ્લોચ, અશોકભાઇ સવાણી, ભીખાભાઇ ગાગીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, લખમણભાઇ આંબલીયા, પો.કોન્સ. સુરેશભાઇ વાનરીયા તથા મહાવીરસિંહ ગોહીલ, કિશોરસિંહ જાડેજા, અરશીભાઇ માડમ, રાકેશભાઇ સિધ્ધપરા, નિલેષભાઇ કારેણા વિગેરે જોડાયેલ હતા.(૧.૨૨)

 

(1:25 pm IST)