Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર રમતા ૬ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

જેતપુર, તા. ૧૭ :. જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર રમતા ૬ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. ભરવાડની સૂચના અનુસાર તાલુકા પીએસઆઈ એસ.પી. ગોજીયા, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, વિજયસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ શામળા તથા રાજેશભાઈ મકવાણા પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે મોટા ગુંદાળા ગામની સીમમાં જુગાર રમાતો હોય રેડ કરતા તીનપત્તીનો જુગાર રમતા મહેશ ઉર્ફે ગટ્ટો આણંદભાઈ શીંગાળા, નટુ અરજણભાઈ ખોખર, વૃજેશ વલ્લભભાઈ ખોખર, નારણ ભાણજીભાઈ બાંભરોલીયા, જેન્તી દેવરાજભાઈ બાંભરોલીયા તથા રણછોડ જેરામભાઈ અમીપરા (રહે. તમામ મોટા ગુંદાળા)ને રોકડ રૂપિયા ૧૪,૨૬૦ સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

(1:19 pm IST)