Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જામનગરના દરેડના શખ્સે બાજુના ગામની સગીરાનું અપહરણ કરી પોતાના ઘેર લાવી દુષ્કર્મ ગુજાયુંર્

સગીરાને ચામડાના પટ્ટાથી માર પણ મારતો

ખંભાળીયા તા.૧૭ : મુળ પિંડારા અને હાલ જામનગરના દરેડ ગામે રહેતો આલાભા ઓઘડભા વાઘેર નામના શખ્સે લગ્નની લાલચ આપી બાજુના એક ગામની ૧પ વર્ષ ૪ માસની વય ધરાવતી સગીરાનું ફોસલાવી અપહરણ કરી દરેડ પોતાના મકાને લઇ જઇ અવાર-નવાર બળાત્કાર ગુજારી  ચામડાના પટ્ટા વડે માર મારી મુંઢ ઇજાઓ કરતા ઉપરોકત શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલ છે . આ અંગે પોલીસે પોકસો એકટ તેમજ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી કલ્યાણપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડના મોડપરમાં જુગાર રમતા ચાર સપડાયા

ભાણવડ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે સ્ટાફને ચોકકસ બાતમી મળેલી હોય કે મોડપર ગામની નદીમાં કેટલાક ઇસમો જાહેરમાં તિનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જે બાતમીના આધારે રેઇડ કરતા જુગાર રમી પૈસાની હારજીત કરતા રાજુ ઉર્ફે માઇકલ ભીખા ચાવડા રહે. મોડપર, રાહુલ મુળપરી ગોસ્વામી રહે. મોડપર, કનુ દાના વારંગીયા રહે. મોડપર તથા આનંદ દેવશી પરમાર, રહે. કલ્યાણપર તા.ભાણવડ તમામને રોકડ રૂ.૪૩૬૦ ની મતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:13 pm IST)