Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જામનગરના જામઅંબર ચોકડીએ ટ્રાફિક વોર્ડનને બેફામ ગાળો ભાંડતા વિજય ગઢવીની ધરપકડ

ટ્રાફિક વોર્ડનને લાતો મારી બિભસ્ત વાણી વિલાસ કર્યો : શોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ

જામનગરમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે.એક શખ્સ ટ્રાફિક વોર્ડનને બેફામ ગાળો બોલતો જોવા મળ્યો છે. જેનો વિડિઓ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જામઅંબર ચોકડી ટ્રાફિક પોઈન્ટ પાસે એક વાહનચાલક ટ્રાફિકના નિયમનું ભંગ કરતો જોવા મળ્યો હતો અને તેણે ટ્રાફિક વોર્ડનને લાતો મારી બિભસ્ત વાણી વિલાસ કર્યો હતો.

   આરોપીની આ હરકત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો છે..આરોપીનું નામ વિજય ગઢવી છે જે જામનગરનો રહેવાસી છે.

(12:31 pm IST)