Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પોરબંદરમાં દેણું વધી જતાં મયુર કુબાવતે ઝેર ગટગટાવ્યું

વ્યાજખોરીમાં ફસાયાની ચર્ચાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૭: પોરબંદર બંગડી બજાર કેદારેશ્વર રોડ પર રહેતો અને કાપડની દુકાનમાં નોકરી કરતો મયુર રઘુવીરભાઇ કુબાવત (ઉ.૩૨) ઝેરી દવા પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં વ્યાજે પૈસા લીધા હોઇ તેના કારણે પગલુ ભર્યાનું જણાવાયું હતું. જો કે સવારે ભાનમાં આવેલા મયુરે હાલમાં આર્થિક ખેંચ હોઇ અને દેણું થઇ ગયું હોવાથી ઝેર પી ગયાનું કહ્યું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. સંતાનમાં બે પુત્ર છે. પોરબંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)