Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ગોંડલમાં ૧.ર૧ લાખની મતાની ચોરી

રફીક ચૌહાણ પરિવાર સાથે ઉર્ષમાં ગયો'ને તસ્કરો ઘર સાફ કરી ગયા

રાજકોટ તા. ૧૭ : ગોંડલમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ૧.ર૧ લાખની મતા ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ પર હુડકો કવાર્ટર મફતીયાપરામાં રહેતા રફીકભાઇ સિકંદરભાઇ ચૌહાણના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલ રોકડ રૂ. ૭ર,૦૦૦ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧.ર૧ લાખની મતા ચોરી કરી ગયા હતા.

ફરીયાદી રફીકભાઇ પરિવાર સાથે આમરણ ઉર્ષમાં ગયા હતા. અને તસ્કરો ઘર સાફ કરી ગયા હતા આ અંગે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ થતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)