Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાવનગરના ગણેશગઢ(ભાલ)ની સીમમાં ઘાસની ગાંસડીઓની આડમાંથી રૂ.૧૫.૩૦ લાખનો દારૂ ઝડપાયો

ટોરસ ટ્રક સહિત રૂ.૪૦.૫૫ લાખનો મુદ્દામાલ સાથે એક ઝડપાયો

ભાવનગર તા.૧૭ :  ભાવનગર રેન્જનાં જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવાં સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ એઙ્ગ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌરઙ્ગ એ તમામ પોલીસ અધિ શ્રી ઓ ને ખાસ સુચનાં આપેલ હોય તે સુચનાં અનુસંધાને ના.પો.અધિ શ્રી મનીષ ઠાકર નાં માર્ગદર્શનનાં ભાગરૂપે ભાવનગર વેળાવદર (ભાલ) પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી. આર.એચ.બાર તથા ASIબી.વી.જાડેજા તથા પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ તથા પો.કોન્સ.રાજુભાઇ તથા પો.કોન્સ.શકિતસિંહ તથા પો.કોન્સ.તેજપાલસિંહ તથા ડ્રા.પો.કો.રાજુભાઇ તેમજ વિગેરે પોલીસ સ્ટેશનનો સ્ટાફ સનેસ ચોકડી પાસે નાઇટ પેટ્રોલીંગમાં હતો તે સમય દરમ્યાન પો.સ.ઇ.આર.એચ.બાર.સા.ને.મળેલ ખાનગી બાતમી આધારે કે એક ટોરસ ટ્રક નંબરHP.69.A3955.માં ટ્રકની ઉપરનાં ભાગે ધાંસની ગાંસડીઓ રાખી તેની નીચે ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂનો જથ્થો ભરી સંતાડી ધોલેરા તરફથી ગણેશગઢ ગામ પાસેથી પસાર થવાનો છે તે મળેલ હકીકત મુજબ ઉપરોકત વર્ણન વાળા ટ્રકની તપાસમાં વેળાવદર (ભાલ) પો.સ્ટેશનની હદમાંઙ્ગ વોચમાંઙ્ગ હતાંઙ્ગ તે સમયે ઉપરોકત વર્ણન વાળો ટ્રક પસાર થતાં તે ટ્રક ડ્રાઇવરને ટ્રોચ લાઇટનાં અજવાળે ટ્રક ઉભો રખાવવાનો ઇશારો કરતાં ટ્રક ઉભો રાખેલ નહી અને પુરપાટ ગતીએ ટ્રક ડ્રાઇવર ટ્રક લઇને નાસી ગયેલ તે સમયે તે ટ્રકનો પીછો કરી જીવસટોસટની બાજી ખેલી મહામુશ્કેલીએ ગણેશગઢ ગામનાં ગોકુળપરા પાસે ટ્રકને આંતરી ટ્રક ઉભો રખાવેલ તેમાથી ટ્રક છોડી ડ્રાઇવર નાસી જતાં તેની પાછળ દોડી ટ્રક ડ્રાઇવરને પકડી પાડેલ તેમજ પંચો રૂબરૂ ટ્રક ડ્રાઇવરનું નામ સરનામું પુછતાં પોતે પોતાનું નામ અનિષકુમાર રણજીત પાંડે જા.પંડીત.હોવાનું જણાવેલ તેમજ પંચો રૂબરૂ ત્યાં પડેલ ટોરસ ટ્રક નં.HP.69.A3955 માં ધાંસની ગાંસડીઓ નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૪૨૫,દારૂની બોટલ નંગ -૫૧૦૦/ની કી.રૂ.૧૫,૩૦,૦૦૦/-તથા ટ્રકની કી.રૂ.૨૫,૦૦,૦૦૦/- સુકા ધાસની ગાંસડી ૩૦ ની કી.રૂ./૬૦,૦૦/- વિ. મળી કુલ કી.રૂ. ૪૦,૫૫,૯૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલઙ્ગ અને ઉપરોકત દારૂનો જથ્થો મંગાવનાર વરતેજનાં કોઇ ઇસમને મો.નં.પર.જાણ.કરવાની જણાવેલ તથા ટ્રકના ડ્રાઇવર સહિત તેમજ તપાસ દરમ્યાન ખુલે તેનાં નામ વિરૂદ્ઘ પ્રોહી.એકટ તળેની ફરીયાદ વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર. તથા  ASI.બી.વી.જાડેજા.તથા  પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ રામદેવસિંહ તથા પો.કોન્સ.રાજુભાઇ ગુણુભાઇ મકવાણા તથા પો.કોન્સ.શકિતસિંહ વિરમદેવસિંહ તથા પો.કોન્સ.તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા ડ્રા.પો.કોન્સ.રાજુભાઇ ધનજીભાઇ તથા વિગેરે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

(12:08 pm IST)