Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઉનાના સાણાવાંકીયામાં જૂગાર રમતા ૭ શખ્સો ૧પ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૧૭ :.. તાલુકાનાં સાણા વાંકીયા ગામે જાહેરમાં જૂગાર રમતા સાત શખ્સો ૧પ હજાર ૭૦ રૂપિયા સાથે પોલીસે પકડી પાડયા હતાં.

તાલુકાનાં સાણાવાંકીયા ગામે સાણાનાં ડુંગર પાસે ખોડીયાર મંદિર પાસે પૈસાની હારજીતનો જૂગાર રમાતો હોય ડી. સ્ટાફના પોલીસ જમાદાર એ. ડી. ધાંધલ ત્થા સ્ટાફે પહોંચી જાહેરમાં પૈસાની હારજીતનો ગંજીપતા વતી જૂગાર રમતાં રવજી બોઘા,  જીલુ બાલુભાઇ મકવાણા, વલકુ બાલુ, દિલીપ દેવાયત, મનસુખ કાના બારૈયા રે. સાણાવાંકીયા સહિત ૭ શખ્સોને રૂ. ૧પ હજાર સીતેર રૂપિયા રોકડા તથા સાહિત્ય સાથે પકડી ઉના લાવી ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જુના મનદુઃખથી  મારા મારી

ઉનાનાં ગોપાલભાઇ ઉગાભાઇ સાંખટ (ઉ.૩૧) રે. ભીમપરાવાળા ને વડવીયાળા ગામે જુના મનદુઃખનું વેર રાખી. અનીલ જીણાભાઇ, જીણાભાઇ, જીવાભાઇ, ધનજી જીવા, ગૌરીબેન જીણા રે. વડવીયાળા વાળાએ એક સંપ કરી હોકી તથા લાકડી વતી હૂમલો કરી ઢીકાપાટુનો માર મારી એક બીજાએ મદદગારી કરી જાનથી મારી નાખવા ધમકીની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

ઇટવામાં કિશોરીને સર્પ દંશઃ સારવારમાં

ગીરગઢડા તાલુકાના ઇટવાયા ગામનાં મોનીકા ભુપતભાઇ મકવાણા કામ કરતી હતી ત્યારે અચાનક કાળોતરો સર્પ એ દંશ મારતા તુરંત ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ છે.

(11:38 am IST)