Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મેંદરડા બાયપાસ પાસે ટ્રકે પલ્ટી મારી

મેંદરડા : જુનાગઢ બાયપાસ વચમાં આવેલ ગાઠીલા વળાંક પાસે ટ્રકે મારી પલ્ટી હાલ આ રોડ પર અવાર-નવાર અકસ્માત બનતા રહે છે જેનું કારણ છે કે આ રોડ પર વધારે વણાંક આવેલા છે. જયારથી રોડ નવો બનાવવામાં આવ્યો ત્યારથી રોડ ઉપર સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા નથી જેને લઇ અકસ્માત બનતા રહે છે. અકસ્માતને પગલે રોડ પર વળાંક ઉપર સાઇનબોર્ડ લગાવવાની રજૂઆત કરી છે તેમજ આ રોડ તેમજ સાસણ સોમનાથ જોડતો રોડ હોવાથી લોકો આ રોડ ઉપરથી ચાલવાનું પસંદ કરે છે જેને લઇ ટ્રાફીકની સમસ્યા રહે છે. આ ટ્રકને ક્રેનથી બહાર કાઢવામાં આવ્યો હતો તે તસ્વીરમાં જણાય છે. (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)

(11:32 am IST)