Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રોટરી કલબ ઓફ વઢવાણ, મેટ્રોનું વર્ષ બીજાનું શપથગ્રહણ સમારંભ યોજાયો

વ઼ઢવાણ : રોટરી કલબ ઓફ વઢવાણ, મેટ્રોનું વર્ષ બીજાનું શપથગ્રહણ સમારંભ હોટેલ પ્રેસિડન્ટમાં યોજવામાં આવ્યો હતો. આ વર્ષના પ્રમુખ જય શાહ અને સેક્રેટરી મિતુલ પટેલ, એ.પી.ડી.જી. રૂચીર જાની પાસેથી ઓથ લીધેલ હતી તેમજ કાર્યક્રમમાં ઝાલાવાડ રત્ન સાહેબુદીનભાઇ રાઠોડ એ મુખ્યવકતા તરીકે હાજરી આપી શોભામાં વૃદ્ધિ કરી હતી અને લોકસભા સંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરા અને વિધાનસભાના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રોની ટીમ એ ઉત્તમ સંચાલન કર્યુ હતું તે પ્રસંગની તસ્વીર (ફારૂક ચૌહાણ)

(11:32 am IST)