Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પોરબંદરને મંદીનું ગ્રહણ : બજારો સૂમસામ : ગ્રામ્ય હટાણુ નહીંવત

પોરબંદર, તા. ૧૭ : મંદીના વાયરાને લીધે બજારો સાંજે પ વાગ્યા પછી સુમસામ થઇ જાય છે. કોઇ જગ્યા ખરીદી માટે ગ્રાહકોની સંખ્યા પાંખી દેખાય છે.

શહેરની બજારોમાં ગ્રામ્ય વિસ્તારમાં હટાણા માટે આવતા લોકોની સંખ્યા નહીંવત જેવી થઇ છે. હોલસેલ સહિત વેપારીઓના સુતારવાડો મોટેભાગે ખાલીખમ દેખાય છે. શાક માર્કેટમાં મર્યાદિત ખરીદી છે. લોકો દિવસની જરૂરીયાત મુજબ શાક ખરીદ કરે છે. નાણાકીય વ્યવહાર ઉપર અસરને લીધે બેન્કોમાં લોકોની અવરજવર ઘટી છે.

સુર્વણ બજારમાં સોનાના ભાવ વધતા એકલ દોકલ ગ્રાહકો જોવા મળે છે. લોકો મંદીનું ગ્રહણ વહેલી તકે હટી જાય તેવી સરકારની પ્રોત્સાહન નીતિની રાહ જોઇ રહ્યા છે.

(11:31 am IST)