Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ખેડૂતો માટે ડાયલ આઉટ મોબાઈલ કોન્ફરન્સ : ખેતી વિષયક માર્ગદર્શન

૨૭૧ ખેડૂતોને ફોન દ્વારા વિમા વિશે અપાયુ માર્ગદર્શન

પોરબંદર તા.૧૭ : પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા અને રીલાયન્સ ફાઉન્ડેશન સંકલનથી જિલ્લાના ખેડુતોને ડાયલ આઉટ મોબાઇલ કોન્ફોરન્સથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

ખેડુતોને પ્રધાનમંત્રી કીસાન વીમા યોજના સંદર્ભે વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત જાણકારી આપી તેમનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું આ કોન્ફોરન્સમાં ૨૫૦૦ જેટલા ખેડુતો મોબાઇલના માધ્યમથી સહભાગી થયા હતા. ૨૭૧ ખેડુતોએ ફોન ધ્વારા વીમા વિષયક તથા અન્ય ખેતી વિષયક  માર્ગદર્શન લેવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડયા, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન. પરમાર, નાયબ ખેતી નિયામક ગોહીલ તથા રીલાયન્સ ફાઉન્ડેશનના કો ઓર્ડોનેટર આ કોન્ફોરન્સમાં સહભાગી થયા હતા.

(11:31 am IST)