Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કચ્છમાં વરમોરાની ઘટના સંદર્ભે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે પોલીસ ફરિયાદ

ભુજ તા.૧૭: તાજેતરમાં જ વરમોરા ગામે પ્રેમલગ્ન કરનારા દલિત યુવાનની હત્યા અંગેના કેસમાં સોશ્યલ મીડિયામાં કરાયેલ અભદ્ર ટિપ્પણી સંદર્ભે ભુજના માનકુવા ગામના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે. ભુજની ભાગોળે આવેલા બળદિયા ગામના નિલેશ પરબકત બોખાણીએ ભગીરથસિંહ સોઢા સામે પોલીસ ફરિયાદ કરી છે. માનકુવા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો સાથે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)