Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વઢવાણમાં બાપા સીતારામની મઢુલીના યુવાનો દ્વારા ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી

વઢવાણ, તા. ૧૭ : શાસ્ત્રોમાં 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.ઙ્ગમનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે

અર્થાત,ગુરુની મહત્ત ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.

 સુરેન્દ્રનગર જિલ્લા માં પણ ગુરુ પૂર્ણિમા નું ઉજવાણી કરવા માં આવી હતી.ે જિલ્લા ના અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો એ પોતના ગુરુદેવ ના આશીર્વાદ મેળવા ભકતો ની લાઇન લાગી હતી.  વઢવાણ ના બાપા શીતરામ મંદિર ના પંકજ ભાઈ અને તેમના મિત્ર મંડળ દવારા ખાસ ગુરુ પૂનમે પ્રસાદી નું આયોજન કરવા માં આવ્યુ હતુ. મોટી સંખ્યા માં વઢવાણ વાસીઓ એ આ પ્રસાદી નો લ્હાવો ઉઠાવ્યો હતો.

(11:24 am IST)