Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

દ્વારકા લૂંટના ગુન્હામાં વોન્ટેડ સાતનારી ગેંગના ધીરૂ સોલંકીને મોરબી એલસીબીએ ઝડપી લીધો

પકડાયેલ ધીરૂ અગાઉ લાલપુરના લૂંટ-મર્ડર તેમજ જામનગર, ખંભાળીયા અને જામજોધપુરમાં લૂંટના ગુન્હામાં જેલની હવાખાઇ ચૂકયો છે

મોરબી તા. ૧૭ :.. દ્વારકા જીલ્લામાં ત્રણ વર્ષ અગાઉ લુટને અંજામ આપનાર સાતનારી ગેંગના એક શખ્સને મોરબી એલ.સી.બી. ટીમે ત્રાજપર નજીકથી ઝડપી લીધો હતો.

 દ્વારકાના વસઈ ગામની સીમમાં તા. ૧-૬-૨૦૧૭ ના રોજ રાત્રીના સમયે લૂટારૂ ગેંગે આતંક મચાવીને છરી બતાવી ધમકી આપી સોના-ચાંદી દાગીના, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂ.૩,૪૩,૦૦૦ ના મુદામાલની લૂટ ચલાવી હતી જે બનાવ અંગે ફરિયાદને પગલે પોલીસે સાતનારી ગેંગના અન્ય આરોપીઓને ઝડપી લીધા હતા જોકે આરોપી ધીરૂ મનજીભાઈ સોલંકી ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય અને નાસતો ફરતો આરોપી  મોરબીના ત્રાજપર ચોકડી પાસેથી પસાર થવાનો હોય તેવી બાતમી એલસીબી ટીમના નંદલાલભાઈ વરમોરાને મળી હતી જે બાતમીને પગલે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાદ્યેલાની સુચના તથા મોરબી એલ.સી.બી. ટીમના પી.આઈ. વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી આરોપી ધીરુભાઈ મનજીભાઈ સોલંકી રહે મૂળ માળિયા (હાટીના) જુનાગઢ હાલ સિક્કા જી જામનગરવાળાને ઝડપી લીધો છે

ઝડપાયેલ આરોપી ધીરુભાઈ મનજીભાઈ સોલંકી સૌરાષ્ટ્રની કુખ્યાત સાતનારી ગેંગનો સભ્ય છે તે અગાઉ જામનગર, ખંભાળીયા અને જામજોધપુર લુટના ગુન્હામાં તથા લાલપુર ખાતે લુંટ વિથ મર્ડરના ગુન્હામાં ઝડપાયેલ હોવાની કબુલાત આપી છે

(11:22 am IST)