Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જિલ્લા પોલીસવડાએ ભુજના ભીડનાકા વિસ્તારમા સરપ્રાઈઝ ચેકીંગ કર્યું

એસપી , ડીવાયએસપી સહિતનો કાફલો વાહન ચેકીંગ માટે ઉતરતા અસામાજિક તત્વોમાં ફફડાટ

કચ્છના ભુજમાં ગઈ રાત્રીના સમયે જિલ્લા પોલીસવડાએ ભીડનાકા વિસ્તારમા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું..એસપી દ્વારા માર્ગ પરથી પસાર થતા તમામ વાહનોની તલાશી લેવાઈ હતી.એકાએક રાત્રીના સમયે એસપી , ડીવાયએસપી સહિતનો કાફલો વાહન ચેકીંગ માટે ઉતરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો

ભુજના સંવેદનશીલ વિસ્તારોમાં ભીડનાકાનો સમાવેશ થાય છે ત્યારે  રાત્રીના સમયે જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા , ડીવાયએસપી જે.એન.પંચાલ અને પોલીસ કાફલા દ્વારા ભીડનાકા પાસે સરપ્રાઈઝ મિટિંગ ગોઠવી વાહનોની તલાશી લઈ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

  .એસપી સૌરભ તોલંબિયા દ્વારા વાહનચાલકોના લાયસન્સ તપાસવામાં આવ્યા હતા તો તમામ ફોર વહીલરોની તલાશી લઈ ગેરકાયદેસર હથિયારોની ચેકીંગ કરાઈ હતી..એસપી દ્વારા અગાઉ પણ ભૂજના સ્ટેશન રોડ પર જાત મુલાકાત લઈ ટ્રાફિક વ્યવસ્થા ચકાસવામાં આવી હતી દરમિયાન  ભીડનાકા પાસે એસપીએ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી.

(10:20 am IST)