Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સામે લાલઆંખ ;ભાડે આપેલ નવ ફ્લેટ કબ્જે લઇ લીધા

મકાન અન્ય કોઈને નિયત સમય સુધી વહેચી શકાતું નથી, તેમજ ભાડે આપી શકતું નથી

 

જામનગર શહેર મહાનગર પાલિકાના અધિકારીઓએ સત્યમ રોડ પર આવેલ સરદાર પટેલ મુખ્યમંત્રી ગૃહ યોજના એલ.આઇ.જી.-2 હેઠળ બનાવવામાં આવેલ આવાસમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફ્લેટ ધારકાઓ દ્વારા સરકારી નિયમ વિરુધ્ધ તેમનો પોતાનો ફ્લેટ અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવ્યો હતો, તેમજ ફ્લેટનો કબ્જો સંભાળ્યા બાદ પણ ફ્લેટમાં રહેવા જતાં તમામ લાભાર્થીઓના ફ્લેટ મહાનગરપાલિકાએ કબ્જે લીધા છે.

  આવાસની ફાળવણીના નિયમ મુજબ જે લાભાર્થીઓને મકાનની ફાળવણી કરવામાં આવી હોય તેમણે મકાન અન્ય કોઈને નિયત સમય સુધી વહેચી શકાતું નથી, તેમજ ભાડે આપી શકતું નથી. છતાં પણ લોભ લાલચના મોહમાં શ્રીમંત લોકો દ્વારા પ્રકારના જરૂરિયાતમંદ લોકો માટે બનાવાયેલા મકાન અન્ય લોકોને ભાડે આપી આવક ઊભી કરવાનો કારસો કરવામાં આવે છે. હાલ તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે.

(10:38 pm IST)