Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જાફરાબાદનો દરિયો તોફાની ;પૂનમની ભરતીના કારણે 10 ફૂટ મોજા ઉછળ્યા

દરિયો ઓવર થતાં ચેક જેટી સુધી પાણી ઘુસ્યા: માછીમારીની સિઝન બંધ :બોટો કિનારે લાંગરેલી

 

જાફરાબાદ : વાયુ વાવાઝોડાના મહિના બાદ બાદ ફરી એક વખત જાફરાબાદનો દરિયો ગાંડોતુર બન્યો. પૂનમની ભરતીને કારણે જાફરાબાદનો દરિયો ગાંડાતુર થતા જાફરાબાદ-શિયાળ બેટ પર 10 ફૂટના મોજા ઉછળ્યા હતા

      દરિયો ઓવર થતાં ચેક જેટી સુધી પાણી ઘુસ્યા હતા. જો કે માછીમારીની સિઝન બંધ હોવાના કારણે જાફરાબાદની બોટો હાલ કિનારે લાંગરેલી છે માટે જાનમાલના નુકશાનની આશંકા નહિવત છે. લાઈટ હાઉસ નજીક મંદિર પાસેના કોતરોમાં દરિયાના મોજા અથડાતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા.

(10:50 pm IST)