Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ટંકારાના શક્તિનગરમાં પવનચક્કીમાં અચાનક ભીષણ આગ ભભૂકી

ટંકારા તાલુકાના શક્તિનગર ગામે આચાનક પવનચક્કીમાં આગ ભભૂકી ઉઠી હતી.આ ધટનામાં કોઈ જાનહાની ન થઇ હોવાની માહિતી મળી છે.

 આ અંગે મળતી વિગત મુજબ ટંકારાના શક્તિનગર ગામ નજીક આવેલ એક પવન ચક્કીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જો કે આ બનાવમાં કોઈ જાનહાની ન થઇ હોવાની માહિતી મળી હતી

  અત્રે .ઉલેખનીય છે કે ટંકારામાં ફાયરની સુવિધાનો સાવ અભાવ હોય એવામાં આગની કોઈ મોટી દુર્ધટના બને ત્યારે મોરબીથી ફાયર બોલાવી પડે છે એવામાં મોટીજાનહાની થવાની શક્યતાઓ રહેલી છે.આ વિસ્તારના સ્થાનિક આગેવાનોએ પણ અનેકવાર ફાયર મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે

(11:23 am IST)