Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મોરબીના લખધીરપુરના સરપંચનો સાગરીત 20 હજારની લાંચ સ્વીકારતા લેતા એસીબીના છટકામાં ઝડપાયો

સરકારી જમીનનો ઉપયોગ કરતા હોય 30 હજારની લાંચ માંગી હતી

મોરબીના લખધીરપુર ગામની સરકારી જમીનનો બોરનો ઉપયોગ કરવા માટે સરપંચ દ્વારા ૩૦ હજારની લાંચની માંગ કરી હોય જેમાં ૨૦ હજારની લાંચની રકમ સ્વીકારતા એક ઝડપાયો છે જયારે સરપંચ નાસી જતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ લગધીરપુર ગામની સરકારી પડતર જમીનમાં બોર કરી તેમાંથી પાણી કાઢી ગામની નજીકના સિરામિક ફેકટરીમાં પીવાનું પાણી પોતાના ટેન્કરો દ્વારા વિતરણ કરતા હોય જેને પગલે આરોપી લગધીરપુર ગ્રામ પંચાયત સરપંચ જગદીશભાઈ જાદવે ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂ ૩૦ હજારની લાંચની માંગણી કરી હતી જેમાં અગાઉ તા. ૦૭ ના રોજ રૂ ૧૦,૦૦૦ લીધા હતા અને બાકીના રૂ ૨૦ હજાર આજે આપવાનો વાયદો કર્યો હતો પરંતુ ફરિયાદીને લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીમાં ફરિયાદ કરી હતી જેના પગલે જામનગર એસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પી વી પરગડુએ ખોડીયાર હોટલ લગધીરપુર પાસે નક્કી કરેલ સ્થળે ટ્રેપ ગોઠવી લાંચની રકમ સ્વીકારતા પોકરલાલ વેણીરામ ગુર્જર રહે હાલ ખોડીયાર હોટલ લગધીરપુર મૂળ રાજસ્થાનવાળાને ઝડપી લીધો છે જયારે આરોપી સરપંચ નાસી ગયો છે

(7:00 pm IST)