Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પાટડી પંથકમાં વરસાદનું આગમન : વિસાવડી અને આદરીયાણા મેઘમહેર : બજારોમાં પાણી ફરી વળ્યાં

પાટડી તાલુકાના વિસાવડી અને આદરીયાણામાં વરસાદના કારણે બંને ગામની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં જૈનબાદમાં નાના ભુલકાઓ છત્રીઓ લઈને શાળાએ જતા જોવા મળ્યા હતા હતા

 બીજી બાજુ વરસાદની રાહમાં બેઠેલા ધરતી પુત્રોની વરસાદના આગમનથી ચિંતા હળવી બની છે.આમ, સર્વત્ર વરસાદના પગલે જૈનાબાદ, વિસાવડી, આદરીયાણા અને પાટડી પંથકમાં ખેતી પાકનું ચિત્ર સુધરતુ જોવા મળ્યુ છે.

(9:02 pm IST)