Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ચોટીલા પંથકમાં અનરાધાર છ ઇંચ વરસાદ ખાબક્યો : દોઢ ડઝન ગામોમાં અંધારપટ

ચોટીલા પંથકમાં અનરાધાર છ ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં આપણી ભરાયા હતા જીઈબીના એક ડઝનથી વધુ ફીડરમાં ક્ષતી સર્જાતા અંદાજે દોઢ ડઝન ગામોએ સોમવારે રાત્રી અંધારપટમાં વિતાવી હતી.

  જોકે તંત્રએ મીકેનીકલની ટીમોને દોડાવી મંગળવાર બપોર સુધીમાં તમામ ફીડરોમાં વીજ પુરવઠો પુર્વવત કરી દીધો હતો. જેમાં ખાસ કરીને ખેતીવાડીના ૪ ફીડરમાં હજુ પણ વીજ પુરવઠો બંધ હોવાનું જાણવા મળ્યુ છે

(8:58 pm IST)