Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાયા : સંખ્યાબંધ ટ્રેન કેન્સલ : રેલવે વ્યવહાર ખોરવાયો

જામનગર-ઓખા ટ્રેન વ્યવહાર ઠપ્પ : ઓખા-રામેશ્વર ટ્રેન રદ : રાજકોટ-પોરબંદર ટ્રેન કેન્સલ : પોરબંદર કાનાલુસ રદ : સૌરાષ્ટ્ર મેલને ખાંભલીયા રોકી દેવાઈ

જામનગર :ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થતા અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે અને સંખ્યાબંધ ટ્રેનને માઠીઅસર પહોચી છે જામનગરઃ કાનાલૂસ પાસે ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઈ જતાં જામનગર-ઓખા વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે

   ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ  કરવામા આવી અને અનેક ટ્રેનોને જામનગર સુધી ટૂંકાવવામા આવી છે જયારે ઓખા-રામેશ્વર ટ્રેન રદ કરવામા આવી છે રાજકોટ-પોરબંદર અને પોરબંદર રાજકોટ ટ્રેન રદ કરી છે

  બીજીતરફ કાનાલૂસ પોરબંદર અને પોરબંદર કાનાલૂસ ટ્રેન રદ કરવામા આવી છે જયારે સૌરાષ્ટ્ર મેલને ખંભાળીયા રોકી મુસાફરોને બસ મારફત જામનગર લાવવામા આવ્યા હતા , જામનગરથી અઢી કલાક મોડી સૌરાષ્ટ્ર મેલ ઉપડશે પુરી-ઓખા ટ્રેનને જામનગર રોકી દેવામા આવી છે  રેલવેના ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી ગયા છે  ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવા માટે કામગીરી ચાલુ છે

(7:20 pm IST)